June 24, 2026
આજરોજ શેઠ શ્રી એલવી એન્ડ કેવી ભાવસાર વિદ્યામંદિર દેત્રોજ ખાતે કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવ 2026 યોજાયો.
જેમાં દેત્રોજ તાલુકાના મામલતદાર શ્રી દેવેન્દ્રસિંહ ચાવડા સાહેબ, મુખ્ય મહેમાન ડો. જય સતીશકુમાર રાણા, મંડળના મંત્રી શ્રી બી.કે.પટેલ ,ટ્રસ્ટી દીનાબેન પટેલ,C.R.C.કનુભાઈ, મુકેશ ભાઈ તાલુકા માસ્તર, શાળાના આચાર્ય શાંતુભાઇ નિર્મલ, શાળા ના શિક્ષકો , વાલી મંડળ ગ્રામજનો અને બાલવાટિકા આંગણવાડી ધોરણ 1 માં તેમજ ધોરણ નવ અને 11 માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ, સર્વેનું સ્વાગત કરી પ્રવેશ માટે શુભેચ્છાઓ આપી.
આંગણવાડી બાલવાટિકા ના બાળકોને શૈક્ષણિક કીટ આપી સ્વાગત કરવામાં આવ્યું.
શાળાના આચાર્ય શાંતુભાઇ નિર્મલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી શાળા ની પ્રગતિની ઝાંખી કરાવી.
મામલતદાર શ્રી તેમજ મુખ્ય મહેમાન શ્રી વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા અને શિક્ષણનું મહત્વ સમજાવ્યું.